સ્મૃતિ માં ,અકબંધ , પ્રેમાળ સ્પંદનો,
બંધન લાગણી ના, કોમળ સ્પંદનોમાં;
ક્યાંક ખોવાઈ જતું, અસ્તિત્વ મ્હારુ
ને લટાર મારતું, સ્નેહાળ, સ્પંદનોમાં;
અજાણ્યા ક્યાંક ,જાણતા ખોવાઈ ને,
અંતરંગ પ્રેમ ના ,અનુરાગી સ્પંદનોમાં;
વખતના વ્હેણ માં, વહેતું જીવન ખરે,
કાળક્રમે બદલાતુ એ સૌમ્ય સ્પંદનોમાં;
ઝીણું ઝીણું સ્મરું, સ્મૃતિમાંય દિલથી,
આનંદ નું અસ્તિત્વ છે સ્નેહ સ્પંદનોમાં;