વીર વસ્યા બાપા
સોરઠ ધરતીમાં આવેલ બગસરા ની બાજુમાં શાપર નામે ગામ છે શાપર ગામનો એક ધોડે સવાર આજ હાલાર પંથકની
મેમાન ગતી માણવા હાલ્યો છે હૈયામાં કયાંય હરખ સમાતો નથી
આજે તે એના ભાઈબંધો ને મળવા જાય છે ઘડીયે ઘડીયે ઘોડીને થાપ મારી કહેતો જાય છે હાલ્યે રાખજે મારી પવન વેગી
ઘોડી પણ દેવમણી છે જાણે કે અસવારનાં હરખને સમજી શકતી હોય એમ રેવાળ હાલવા માડે છે આવી દેવમણી ઘોડીને જાત જાતનાં શણગારથી સજાવેલી છે ડોકે જીણી જીણી ઘુઘરીયું બાંધી છે ખણખણ ખણખણ એમ વગડો ગજવતી જાય છે જાતવંત ઘોડી પણ પંથ કાપતી જાય છે ઘોડીને શોભાવે એવો અસવાર પાંચ હાથ પુરો છે એક કાદાવર શારીર મોઢે પૂળો પુળો મુંછ ફરકે છે પાસાબંધી કેડીયુ પહેયુઁ છે ભેટમાં તલવાર જુલે છે જાણે કે મેવાડની ધરતી પરથી મહારાણો પ્રતાપ આજ સૌરાષ્ટ્રની ધરતીની મેમાન ગતી માણવા આવતો હોય એવુ દ્રશ્ય દેખાય છે મા માર્ગમાં આવતા એક એક ગામડાનાં પાદરમાં બેઠેલ માનવ તેને જોતાની સાથે જ ઉભા થઈ જતા એલા આતો વિસ્તાભાઈ ત્યાં વળી બીજા એ પૂછયું કોણ એ ભાઈ આવો વસ્તા જગા રાજગોરનુ નાક કહેવાય
જાગાણી મહેતા આટલે નાત પટેલ કહેવાય એમ રામ રામ આપા એમ કહીને આડા ફરતા લોકો પચાસ ને વટાવી ગયેલ ઉંમર એટલે લોકો તેને આપા કહીને બોલાવતા અરે બાપા હવે અમે કાંઈ અમારી મેમાન ગતી માણ્યા વગર થોડુ વયું જવાય
સાથે બેસીને રોટલા ખાવું અને પછી સત્સંગની વાતુ કરીશું એકે એક ગામના માણસો વસ્તા બાપાને આવી મોઘેંરી તાણ કરે છે પણ બાપા બાપા કહે ભાઈ મારે હજી હલારમાં પહોંચવું છ
હુ વળતા પાછો આવીશ ત્યારે તમારી મેમાન ગતી માણ્યા વગર નહી જાવ આમ સોરઠથી માડીને મોરીશક બાબરીયા વાડ હાલાર પંચાળ એમ એકે એક પંથકમા બાપાને ઓળખે એટલે જયાં જાય ત્યા બાપાના આગતા સ્વાગતા કરે પણ એક જણે પુછયું બાપા હાલારમા કયે ગામ જવુ છે ભાઈ ધારાગઢ જવુ છે ધારા ગઢ વળી કોને ઘેરે રામભાઈ તેરૈયા અને કેશવભાઈને ઘેરે જાવ છુ
આમતો અમે કાઠીગરો ભાઈનું થાઈએ પણ સગાભાઈ જેવુ ભાડે છે કેટલાય સમય થાવા આવ્યો છે એમને મળ્યો નથી એટલે જીવ વળગ્યો છે કે રામભાઈ મળી આવુ એટલે ધારાગઢ જાવ છુ ભાઈ લ્યો તઈ રામે રામ
આપા વસ્તા ધારાગઢ ગામે રામભાઈ તેરૈયાની ડેલીએ આવીને ખોંખારો ખાધોને બોલ્યા એલા છે રામભાઈ ઘેરે સાવજની ડણકને કોણ નોપારખી શકે
રામભાઈ વસ્તાભાઈનો અવાજ ઓળખી ગયા ઓસરીમા બેઠેલ રામભાઈ યે દોટ દીધી જેમ ભગવાન શ્રી કુષ્ર્ણ સુદામાને ભેટી પડે એમ બેઉં ભાઈબંધ આજ બથ ભરીને ભેટી પડ્યા છે જા જા દિવસે ભેગા થયેલા ભાઈબંધ આજ હરખ ઘેલા બની ગયા છે
આવો વસ્તા ભાઈ આવો જાજા દિવસે આજ રામનુ આગણું પાવન કયું રામભાઈ સાદ કર્યો
આ વાત અહીંથી અધુરી છે આ શબ્દમાં કોઈ એ છેડ છાડ ના કરવી અમારી મંજૂરી લીધા વગર આ વાત ના કરશો નહી નકર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લેખકનું નામ બીજા પેજમાં આવશે લેખક ની પરમિશન લઇને આ વાત લખી છે
1