દૂધ...નાના પીવે મોટા પીવે ને સૈ પીવે
આ થઈ માણસ જાતની વાત, જેમકે અમુલ દૂધ પીતા હૈ ઇન્ડીયા.. પણ જયારે કોઇ ઝેરી જીવ જંતુની વાત આવે તો સૈ કોઇ ડઘાઇ જાય!
આપણા દેશમાં વરસોથી એક માન્યતા આપણા મગજમાં ઘર કરી ગઈ છે તે છે કે કોઇ ઝેરી જીવ જંતુને દૂધ પીવડાવવાનું! આજ પણ ઘણા નાના મોટા ગામડાંઓમાં જયારે કોઇ નાનો મોટો સાપ કે નાગ દેખાય એટલે તુરંત કોઇ ઘરે દોટ મૂકી ને વાડકો ભરીને દૂધ લાવીને આપી દેતા હોયછે ને તે કયારે વધારે બને કે જયારે કોઇ નાનુ મોટુ મંદિર ની આસપાસ આવો જીવ દેખાયો હોય અથવા તો કોઇના ખેતરે દેવદેવતાની દેરીની આજુબાજુ આ જીવ દેખાયો હોય તે સમયે ખાસ આમ બનતું હોય છે..ત્યારબાદ બીજા કોઇ લોકો અગરબતી કરશે તો કોઇ દિવો કરશે ને તો કોઇ જરાક ફુલો પણ તેની ઉપર નાખશે જાણે સાક્ષાત કોઇ દેવ પધારીને સૈને દર્શન આપેછે! પણ ખરેખર આ બીજુ કંઇ નહી પરંતુ આપણી એક જુની અંધશ્રદ્ધા જ છે તેમ કહી શકાય.
સાપ નાગ જેવા અસંખ્ય ઝેરી જીવ જંતુઓ જમીનમાં પાણી ભરાઇ જવાથી આમ બહાર નીકળતા જ હોયછે કારણકે તેમના દરમાં વરસાદી પાણી ભરાઇ જતુ હોયછે માટે તે પોતાની સલામતી ખાતર ખાસ તેમને જમીન ઉપર આવી જવુ પડેછે ને જમીન ઉપર આવ્યા પછી તે ગમે ત્યાં આમ તેમ ફરવાનું ચાલુ કરી દેછે કોઇક વાર તે ઘરોની આસપાસ જોવા મળે છે તો કયારેક ઘરના વાડાઓમાં પણ જોવા મળે છે તો કોઇક વાર ખેતરના કૂવે કે ખેતરમાં બનાવેલ દેવદેવતાઓની દેરીઓની આસપાસ પણ જોવા મળે છે..પણ એક વાત યાદ રાખવી જોઇએ કે તેઓ પણ આપણી જેમ એક ફરતો જીવછે માટે કોઇને દરમાં કે ઘરમાં બેસી રહેવું ગમે નહીં તેથી તેને પણ પોતાના ખોરાક માટે બહાર ફરતુ રહેવું પડેછે..આથી આવા ઝેરી જીવજંતુથી બને તેટલુ આપણે દુર રહેવુ જોઇએ, આ જીવ કદી માનવજાતનો થયો નથી ને થશે પણ નહિ માટે તેને આપણે કંઇ પણ કર્યા વગર તે પોતાના રસ્તે ચાલી નીકળે તેજ આપણા માટે લાભકર્તા છે ને તમે તેને કંઇ પણ આપીને જો આવકારશો તો તે તેના દરેક સમયે તમારા રહેઠાણની નજીક આવ્યા કરશે ને જો તેને કોઇ દિ તમારો થોડો પણ ભય દેખાશે તો તેની જાત તે બતાવ્યા વગર રહેશે નહિ એટલે કે તેનો ઝેરીલો ડંખ (ઝેર) જે તેના આગલા સોય જેવા લાંબા બે દાંતમાં ભરેલું હોય છે. દરેક જીવજંતુઓનો પહેલો ને મોટો દુશ્મન ફકત ને ફકત માનવ જ છે માટે હમેશાં આવા જીવોથી આપણે દુર રહેવું તેજ આપણા માટે વધુ ફાયદાકારક છે..