પુરાવો કોઈ પણ સધ્ધર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.
નકામો શોધશો નાં, બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.
પ્રભુને આજ મારે એટલું પુછવું,
ગરીબોને હવે ઈશ્વર નથી મળતો.?
ખુદા સમજી વિચારી દીકરી આપે,
બધા આંગણ રૂડો અવસર નથી મળતો.
પતે જ્યાં માંગણી પેલી, ધરે બીજી,
કદીપણ માનવી પગભર નથી મળતો.
અરીસામાં નહી શોધો તમે માણસ,
બહારે હોય, એ અંદર નથી મળતો.
મને શ્રધ્ધા છે મારા ઇશ ઉપર કાયમ,
બધા મંદિરમાં કૈ પથ્થર નથી મળતો.
......પ્રશાંત સોમાણી