હું હૃદય ને નિર્મલ રાખી ને શાંત રાખું છું ,
હું તારા દિલ ને મુજ થી પણ છુપાવી ને ખૂણા માં રાખું છું .
પડે રજ ,રજકણ, ને રેતી પણ , સાથે નાના મોટા પથ્થર ,
તેમ છતાં તેને વાળવા નાનું એવું રૂમાલ રાખું છું ...
આવે પવન ,પ્રકાશ ને અને ક્યારેક અંધકાર પણ ,
સાચવી લેવા ઇ બધા ને નાની એવી બારી રાખું છું...
ખબર નહીં પણ કેમ લાગે છે કાટ પણ કોઈક વાર ,
એ ને ધીમે ધીમે સ્વચ્છ કરવા દિવેલ રાખું છું ...
આવી શકે મધધારે તુફાન ,વાવાઝોડું, કે ભૂકંપ ,
તોય પણ સાચવા એમના થી આરતી રાખું છું...
હૃદય