ગઝલ
કેમ રીસાયા છે પડછાયા? તપાસ કર;
સૂર્યની ઓછી પડી માયા! તપાસ કર.
અહીં કલમ કાગળ તો ઇન્તેજારમાં ઝૂરે;
શું, વિચારો ક્યાંક રોકાયા? તપાસ કર.
દુ:ખ પછી પણ દુ:ખ સતત આવ્યા કરે અહીં;
ક્યાંથી ક્યાં સુખ જાય છે વાયા? તપાસ કર.
નિજ ગઝલ માટે શબદ આવ્યા છે પાસે પણ;
એ બધા કઈ જ્ઞાતિના જાયા? તપાસ કર.
એ મળ્યાં વર્ષો પછી, બોલ્યાં ન કંઈ છતાં;
મૌનમાં છે વાતના પાયા, તપાસ કર.
આંખ સામે તો હતી મંઝિલ ‘પથિક’ પછી;
માર્ગ ક્યાં પહોંચીને અટવાયા? તપાસ કર.
- જૈમિન ઠક્કર 'પથિક’