મહેક કેશુની સમાઈ શ્વાસમાં,
જ્યારથી આવી તું બાહુપાશમાં.
.
રાત દિન ગરદન ચૂમે છે એ સતત,
હું જલુ છું જોઈ ઝૂમખાં કાનમાં.
.
ભેટી પડવાની છો આવીને તરત,
એવું હરદમ લાગે તારી ચાલમાં.
.
ના નશો ના ભેદ ના ઊંડાણ છે,
પણ ગમે છે, જોવું તારી આંખમાં.
.
લપસી જાઉં છું, છતાં પડતો નથી,
સારું છે, ખંજન નથી તુજ ગાલમાં.
.
એની ભૂલ સુધારવા ભેગા કર્યા,
મારી કિસ્મત છાપી તારા હાથમા.
.
જન્મ દિનની ભેટ આપું છું અલગ,
આવ "નિશા" કહું તને કઈ કાનમાં.
.
મિત્ર રાઠોડ