નૂરાની નજર માં, તમે આમ ના જૂઓ,
ઉતરી અંતરતમ , ચેતના માં ના જૂઓ;
જાદુ તો નથી, કંઈક અસર જાદુગરી,
કરગરી ને કહું છું, ખેવનામાં ના જુઓ
રહી જશે સ્મરણો માં, સ્મૃતિ બનીને,
ભાવ ભરીને ભીતર ,ચાહના ના જુઓ;
તુટીને વિખરાઈ જશે, માળો એક દિન,
દિન રાતને સંધ્યા ભાવનામાં ના જુઓ
જુઓ આનંદ માં, એકરસ ચૈતન્ય બધું,
દ્વેતભાવે જોડતી આ, ફનામાં ના જુઓ;