આજકાલ છોકરાઓને નવી નવી સ્પોર્ટી લુકવાળી બાઇકો ચલાવવાની બહુ ગમતી હોય છે સાથે સાથે ઓવર સ્પીડ જેવી તેની રફતાર હોય ,આંખે કાળા મોટા ગોગલ્સ હોય, કાનમાં મોટા સાઉન્ડ ઉપર ફીલ્મી ગીતો સાંભળતા હોય
પછી તો જોવાનું નહી કે કોણ આગળ ને કોણ પાછળ હોય! પણ ઘણી વાર તો અનેક છોકરાઓ એક હાથે સ્ટિયરીંગ પકડતા હોયછે! ને કયારેક ઘણા યંગસ્ટર્સ બાઇક સાપના લિસોટા પ્રમાણે ચલાવતા હોયછે..વાંકી ચૂકી, વાંકી ચૂકી જાણે સરકસના દાવ કરતા હોય! આવા ચાલકોનુ ભવિષ્ય કદી સલામત રહેતું નથી તે કયારેક ને કયારેક તેઓ જોખમમાં મુકાઇ જતા હોયછે..
આવો જ એક કિસ્સો હમણાં બે દિવસ ઉપર કોઇક ઠેકાણે બનવા પામ્યો છે ને જાણીને ઘણું જ દુ:ખ થયું છે..એક છોકરો પોતાની સાદી બાઇક લઈ ને તેની સાસરીમાં કોઇ શુભ કામ માટે જતો હતો પોતે બાઇક ઉપર એકલો હતો માટે તેની સાથે કોઇ વાત કરનાર હતું નહીં માટે આ છોકરાએ પોતાનો સમય પસાર થાય તે હેતુથી પોતાના મોબાઇલમાં હેન્ડ ફ્રી લગાવીને ઓન લાઈન ગીતો સાંભળતો હતો..તેની બાઇક એકધારી સ્પીડે જતી હતી ને કાનમાં મસ્ત ગીતોનું સંગીત વાગતું હતું પણ તેને ખબર નહીં કે તેની પાછળ એક ફુલ સ્પીડે ટ્રક આવી રહીછે ને તેનો ડ્રાઈવર સાઇડ માટે કેટકેટલા હોર્ન આ બાઇક સવાર છોકરાને મારતો હોયછે પણ આ બાઇક સવારને એક પણ હોર્ન સંભળાતો ના હતો કારણકે તેને કાનમાં હેન્ડ ફ્રી નાખેલું હતું આથી કદાચ ટ્રક વાળો ડ્રાઇવર ગુસ્સે થયો હોય અથવા તો આ છોકરાનું મોત આ સમયે નિશ્ચીત હોય પણ ગમે તે..ટ્રકની ટક્કર વાગવાથી આ છોકરો પોતાની બાઇક ઉપરથી નીચે રોડ ઉપર પડ્યો ને જેવો તે નીચે રોડ ઉપર પડ્યો તે સાથે જ ટ્રકના તોતીંગ વ્હીલ આ છોકરાના પગ ઉપરથી પસાર થઇ ગયા..ને પગ એવા તે વ્હીલમાં ભરાઇ ગયા કે તેના બંને પગ ભાગી ગયા ,પછી ટ્રક વાળો ભાગી ગયો કે નહી તેની જાણ નથી પણ છોકરો થોડીક વાર સુધી જીવંત હતો..તેને તરત ખિસ્સામાં થી મોબાઇલ કાઢીને તેના વાઇફ સાથે વિડીયો કોલથી વાત કરી કે મને એકસીડન્ટ થયો છે ને મારા બંન્ને પગ ભાગી ગયા છે માટે હું અત્યારે ત્યા આવી શકું તેમ નથી..બસ તે વિડીયો કોલ ઉપરની વાત પણ પુરી થઈ નહી ને તુરંત છોકરો પછી વધું જીવીત રહી શક્યો નહિ ને તેનો જીવ ચાલ્યો ગયો...પાછળ તેની એક પત્ની ને એક તેની નાની બાળકીને દુનિયામાં નિરાધાર મુકીને ચાલ્યો ગયો...
આ કિસ્સો આજના યંગસ્ટર્સને ઘણું
બધુ સમજાવી જાયછે.