આમ દર્દની ભેટ પ્રેમથી,સ્વીકારી છે,
દિલદારી દિલમાં, સદા આવકારી છે;
બેહોશી માં જીવી રહ્યો છું, જીંદગીને,
હોંશ માં હોંશે હકીકી, શણગારી છે;
ભૂલી જવાનુ આપને, મિટાવી બેશક,
જાદુગરી યાદ છે ,એમની સ્વીકારી છે;
મોજ મસ્તી છે ફરિસ્તા ના લિબાસની,
ભૂખ તરસની સીમા, સદા આરાધી છે;
રાગી છે અનુરાગમાં, મનની ચાલબાજી,
અનંતની ચાહ આનંદ માં, વિતરાગી છે;