Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખરી સોપાન છે એ ધારણા ખોટી પડી,
ડગ પછી મુકામ છે એ ધારણા ખોટી પડી.

દોડ છે મારી તરસની દોસ્તો એ વાતની,
ઝાંઝવાને જાણ છે એ ધારણા ખોટી પડી.

એમના માટે રડ્યો છું રાતભર,ના કહી શકી !!
ભીંતને પણ કાન છે એ ધારણા ખોટી પડી.

રોજ જોઈને મને ઝૂકી જતી એની નજર,
પ્રેમનો પ્રસ્તાવ છે એ ધારણા ખોટી પડી.

ઉઠતાની વેંત એ સામે ઉભી'તી આજ થઈ,
કાલ તો બસ કાલ છે એ ધારણા ખોટી પડી.

લાગણીને માંડ તારી પાંચમું બેઠું હવે,
પણ હજી નાદાન છે એ ધારણા ખોટી પડી.

"ખૂબ સારો શેર છે ગોપાલ,વાહ કયા બાત હૈ"
આ ફકત એક દાદ છે એ ધારણા ખોટી પડી.

#THE_VILLAGE_BOY

Gujarati Poem by Rinku Panchal : 111279132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now