આપના એક જ વિધાને શ્હેરની વસતી બધી સળગી રહી છે,
ને હવે એવું કહો છો કે તમે આ જીભ તો લપસી ગઈ છે !
જે દિવસથી શૂન્યતા ઘરમાં જલાવી છે અમે આ તે દિવસથી,
લોક પૂછે છે, બળે છે આપને ત્યાં એ અગરબત્તી કઈ છે!?
હું હજુ પણ આ ક્ષણોના ટોપલામાં તેજ લઈ નીકળી પડું પણ,
આપણી વચ્ચે કદી યમુના હતી એ કોઈ કારણ ગુમ થઈ છે!
આંધળા વિશ્વાસ સાથે ક્યાંક તારા ગર્ભમાં સ્થાપી હતી મેં,
એ જ ઇચ્છા સાવ ચૂંથાયેલ હાલતમાં મને રસ્તે મળી છે!
પાંખ કાપી જંગલોમાં સાવ ટળવળતા મને છોડી ગયેલી.
એ ક્ષણો આજે ફરી ચોપાસ દાવાનળ બની પ્રસરી રહી છે!
- જગદીશ ખાંટ