ચોરી કરવી તે ગુનો છે પછી તે નાની ચોરી હોય કે મોટી પણ ચોરી તે ચોરી જ કહેવાય. ઘણા પોતાની એક
મજબુરીથી ચોરી કરતા હોયછે કે જેમની પાસે કોઇ કામ હોતુ નથી તેમજ એક પોતાના પરિવારની પણ જવાબદારી હોયછે જયારે બીજા લોકો પોતાના બેફામ શોખ પુરા કરવા પણ ચોરી કરતા હોયછે પરંતું અમુક લોકોને તો બસ એક પ્રકારનો શોખ પણ હોયછે કે તે નાની મોટી ચોરી ના કરે ત્યા સુધી તેમને કોઇ ચેન ના પડે! ઘણા લોકો તો એકબીજાના ઘરોમાં જઈને પણ ધોળે દહાડે ચોરી કરતા હોયછે..ખબર પુછવા જાય ને કંઇક નાની મોટી ચીજો પણ ઉપાડી લાવે!
આમેય ચોરી કરવામાં સ્ત્રીઓનો મોટો ભાગ હોયછે તમે મીડીયા ઉપર ઘણા વિડીયો જોયા હશે તેમાં વધારે બહેનો જ પોતાના હાથની સફાઇ બતાવતી નજરે પડે છે.. ભાઇઓ પણ ચોરી કરતા હોયછે પણ તેમની ટકાવારી બહેનો કરતાં ઓછી હોયછે..મોલ હોય કે મોબાઇલની દુકાનો હોય કે સાળીઓની દુકાનો હોય ત્યારે આવી સ્ત્રીઓ એકલ દોકલ નહી પરંતુ એક જુથમાં એટલે કે લગભગ ચાર કે પાંચ જણ સાથે જતી હોયછે તેમાંની એક સ્ત્રી ચીજ છુપાવે છે ત્યારે બીજી સ્ત્રીઓ દુકાનદારને વાતોમાં ફસાવે છે જયારે બાકીની સ્ત્રીઓ ચોરી કરનાર સ્ત્રીને આંથો આપતી હોયછે જેથી કોઇ તેને છુપાવતા જોઇ ના જાય! પણ આવા લોકોને આમ ચોરી કેમ કરવી પડે છે! શું કોઇ તેમની ખાસ મજબુરી હોયછે! શું તેઓ ચોરી કર્યા વગર જીવી નથી શકતાં! શું ચોરી કરવી તે તેઓના પૂર્વજો કહીને ગયા છે!
અરે મહેનતનું ખાવ, મજદુરી કરો. કયાં સુધી આમ ચોરી કરીને પોતાના લોહીની કિમત ઘટાડશો! માણસ છો તો માણસાઇથી જીવો, ઇમાનદારીથી જીવો, આમ જોઇને તો પાછળ તમારા સંતાનો પણ ચોરી કરતા થઈ જશે!
કોઇ બે પૈસો કમાવા કોઇ ચીજ વેચીને ધંધો કરતું હોય ને તમે મફતનું તેની પાસેથી પડાવવા માગો છો! ધિક્કાર છે તમને ને તમારી જાત ઉપર! એક માણસ જેવુ રુપ લઇ ને જાનવર જેવી હરકતો કરો છો! દમ હોય તો કમાઇ જુવો બે પૈસો કેવી રીતે કમાવાયછે! તે તમને ખબર પડશે. એક બહેન નવી વીંટી લેવા એક સોનીની દુકાને ગયા સાથે તેમના પતિ ને તેમનું એક નાનું બાળક પણ હતું..સોનીએ જાત જાતની વીંટીઓ બોક્સમાં બતાવી ત્યારે પેલા બહેને પોતાની સાથે લઈ ગયેલ જુઠી વીંટી કાઢીને પેલા વીંટીઓ વાળા બોક્સમાં ધીરેથી મુકી દીધી ને સાચા સોનાની વીંટી પેલા બોક્સમાંથી ઉઠાવી લીધી..આ કામ એટલુ સાવચેતીથી કર્યુ કે પેલા દુકાનદારને જરાય ખબર ના પડી પણ તેઓના ગયા પછી બધા બોક્સ દુકાનદારે ધ્યાનથી ચેક કર્યા તો ખબર પડી કે એક સાચા સોનાની વીંટીની જગ્યાએ એક જુઠી વીંટી મુકેલ હતી..વીંટીની ઉઠાતરી કરનાર આખુ ફેમીલી સીસી ટીવીના કેમેરામાં કેદ થઈ ગયું છે ને હવે પોલીસ તેમને હવે શોધી રહી છે...
કહેવતછે કે ચોરના ખાલી ચાર દિવસ હોયછે જયારે પાંચમો દિવસ પોલીસનો હોયછે..
સાચી મહેનતનું કમાવ ને ખાવ...