કદી કદી સવાલ એજ ,જવાબ બની જાય છે,
શબ્દ સ્પર્શ ની ભાવના, જીવન બની જાય છે;
ટુંકી નજર છે સ્વાર્થ ની, મર્યાદિત દ્રષ્ટિમાં જ,
સીમા પાર અસીમ જે, અમર્યાદ બની જાયછે;
રૂકાવટ છે બાંધી, લીધા બંધન માં સ્વાર્થ થી જ
બૂંદ બની નદી ધસમસતી, સાગર બની જાય છે;
મળ્યા છે કિરણો ને, ખીલી ઊઠ્યું ઉપવન અહીં,
નીચોવી દીધી જાત જ્યાં અત્તર મહેંકી જાય છે;
મનના મેળામાં મહાલી, સુખ દુઃખ પામ્યા અહીં
આનંદ માં જીવ્યા જે , પ્રેમ સ્વરૂપ બની જાય છે;