રહેમત ના દૌર થી, ગુજરી છે દુઆ,
ના જાણે તાળું, અહી કોણ લગાવે છે;
બેશક , કસુરવાર હું જ છું, જમાના,
નજરમાં ખોટ, ખરેખર કોણ લગાવે છે;
છે શબ્દોનું ઝેર આ, ઓકી નાંખેલું,
સત્ય કહો અમૃતબિંદુ કોણ વરસાવે છે;
સીકાયત કરવામાં જ , ખુશી મળે જ્યાં,
ખિદમત દિલથી કહો, કોણ કરાવે છે;
ઉમ્મીદ નું ઘર છે, તૃષ્ણા ના તાંતણા માં,
હું જ કર્તા છું', અભિમાન કોણ કરાવે છે;
રહેમત ઉતરી આવી છે, કરૂણા કરીને જ,
આનંદ ને ખુશખબર માં, કોણ રખાવે છે;