મારી સોચ સમજદારી, ખ્વાબ ની દુનિયા
રૂહ માં રૂહાની છે ફક્ત,બીજું કશું જ નથી
મળ્યા સંજોગ થી, સંબંધો ના તાણાવાણા
ભાવથી મળ્યા છે ફક્ત, બીજું કશું જ નથી
તુટી રહ્યા છે તાંતણા, કાચા સ્વાર્થ ના ધાગા,
નિગાહ નિ: સ્વાર્થ ફક્ત, બીજું કશું જ નથી
નિભાવતા જરૂર સફર ને, ઘર થી કબર સુધી
બેસફર છે જીંદગી ફક્ત,બીજું કશું જ નથી
સમાધી ખુબ સરસ ઠહેરાવ છે, મનોલય વડે,
નૂરાની આલમ છે ફક્ત , બીજું કશું જ નથી
આનંદ સ્વભાવત: નીજ માં ઉપજે સ્વતઃ જ,
ત્યાગ વૈરાગ્ય છે ફક્ત, બીજું કશું જ નથી