જરાક ખૂલ્યું દ્વાર સૂરજ તણું ને,
ખીલી ઊઠ્યું ઉપવન સઘળુ
નવ પલ્લવિત પર્ણો પર લીલું છમ,
અસ્તિત્વ ચૈતન્યમય દિલ પાંગર્યું;
કોમલતા અહર્નિશ વરસાવતું,
ફુલો પર ઝાકળ ભીનું ભીનું જરા,
અસ્તિત્વ ધરા પર , કુરબાની નું
સુર્યના સાનિધ્યે દિલ પાંગર્યું.
ગજબ છે નીલ ગગનની સ્વતંત્રતા,
સ્નેહથી ઊડાન ભર્યું , વિહંગોએ,
ક્યાંક તો છે ગતિમાન રહેવું એનું
નીલમય સૌંદર્ય માં જ દિલ પાંગર્યું.
==={{===}}==={{===}}==={{===}}===