નવું વરસ
તહેવારો મેં મુઠ્ઠીમાં વણી લીધ્યા છે
દુનિયા મારી મેં નાની કરી લીધી છે
જાત સદંતર સૌથી મેં દૂર કરી છે
ખુદને ઓઢીને,પડછાયાથીએ છેટું કર્યુ છે
આવે દિવાળી કે આવે હોળી,સઘળું સરખું કર્યું છે
ટચ મોબાઈલથી,ફટાકડા ફોડી હોળી બેરંગ રંગી છે
આ જમાનો ટેકનીક સારો જીવાય છે
વગર મળ્યે,સૌને રોજે રોજ મળાય છે
કેટલાં યાદ કરે છે લોકો જુઓ આપણને
જાગે કે સૂવે હાજરી પુરાવે રોજ આપણને
કાનુડો તો જુઓ,હતો તેથીએ વધુ નટખટ થયો છે
દર વરસે મારા મોબાઈલમાં,આખો દિ મટકી ફોડે છે
ગામ આખું ફરી ફકત,ગામનેજ મળાતું વરસો પેહલા
અડધો કલાકના ચેટમાં,છેક પરદેશ મળી આવું વાલા
નવું વરસ સાલુ મોબાઈલમાં એવું ઘુસી ગયું છે ને
કાઢવા છતાંય કોઈથી,નીકળતું નથી'આશુ'જો ને
આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389
23/10/2019 11:09 PM
મારા વહાલા ભૂલકાંઓને નવા વરસના રામ રામ