શોર્ટકટ.......... વાર્તા...
-------------------------------------------------------------------------------
“મમ્મી” પીંન્ટુ એ ઘરમાંથીજ , બહાર આંગણે ઉભાઉભા પાડોશી રમિલા બેન સાથે વાત કરતા શારદાબેન ને બુમ પાડી
.
શારદાબેનની વાતોમા ભંગ પડતા , વાતો કરતા કરતા જ મોં બગાડી બોલ્યા , “ શું છે તારે ? “
પીંન્ટુ બારણામા ઉભા ઉભા બોલ્યો , “મને પચાસ રુપિયા જોઇયે છે .“
“ હજી ગઈ કાલે તો આપેલા ? શુ કામ છે .? “
“મારે પાર્થ ના ઘરે હોમવર્ક ની નોટ લેવા જવુ પડસે , એક્ટિવામા પેટ્રોલ નથી “
“ પૈસા નથી ચાલતો જા “ બોલી શારદાબેન ફરી વાતે વળગ્યા
.
પીંન્ટુ ઘર મા ગયો , છાનામાના તેના પપ્પાનુ દ્રોઅર ખોલી પચાસ ની નોટ સેરવી લીધી . બહાર આવી એક્ટિવા કાઢતા જ શારદાબેન બોલ્યા , “ અલ્યા તુતો કેહ્તો તો ને પેટ્રોલ નથી ને ? “
“મમ્મી થોડુ ઘણું છે , પાર્થ બાજુની સોસાયટી મા તો રહે છે એટલે વાંધો નહી આવે આવતીકાલે પુરાવી દઇશ“જુઠ્ઠુ કહીને પીંન્ટુ સોસાયટી ની બહાર નિકળ્યો .
સોસાયટી થી બહાર નિકળતાજ મેઈન રોડ પડતો હતો. રોડ વચ્ચે ડિવાઇડર હોઇ , પેટ્રોલપંપ જમણી બાજુ નજીક્મા હોવા છતા પેટ્રોલ પુરાવવા રોડ ક્રોસ કરી આગળ જઈ યુ ટર્ન લઈ પરત આવુ પડે તેમ હોઈ , પીંન્ટુ એ શોર્ટકટ પકડ્યો .
સાંજ ના સમયે થોડેક જ આગળ જતા શિકાર ની રાહ જોતા શિકારી જેવા ટ્રાફિક પોલીસે સિટિ મારી તેને રોક્યો . “ચાલ તારુ લાઇસંન્સ બતાવ , પી યુ સી છે ? કેટ્લી ઉંમર છે તારી? “
ગભરાઇ ગયેલા પાર્થ ને પરસેવો છુટી ગયો , “સાહેબ જવા દો ને પ્લીઝ “ કહી ને ગજવામાંથી પચાસ ની નોટ કાઢી પોલીસ ના હાથમા સેરવી દીધી . “ઠીક છે ચલ આજ રસ્તે પાછો જતો રે “ કહીને પોલીસે પીઠ ફેરવી લી ધી .
.
છેલ્લા બે દિવસ થી પોલીસવાળા ની પત્ની શાક્ભાજી માટે ખખડાવતી હતી . પોલીસે રોડ ની સામેની તરફ જોયું . પાથરણાવાળા બેઠા હતા . છુટવાનો ટાઈમ થઈ ગયો હતો . તે રોડ ક્રોસ કરી સામે ગયો .
એક શાકભાજીવાળી પાસે જઈ કહયું “ એક કિલો બટકા , કિલો ડુંગળી , પાંચસો રિંગણ , પાંચસો ફુલાવર જોખી દે “ શાકભાજીવાળી એ ગિન્નાઈ ને જોતા બોલ્યો , “ હવે તોલ ને પૈસા આપુ છું “
પચાસ ની નોટ પકડાવી , રોડ ની સામેની તરફ તેની બાઈક પાર્ક કરી હોઈ ,તથા શિફટ પુરી થઈ હોઈ , ફરી ને ના જતા તેણે ડિવાયડરક્રોસ કરી શોર્ટ્કટ પકડ્યો , સાંજ નો સમય હતો . સામસામે ના ટ્રાફિક વચ્ચે તે ઝડપથી પસારથતા , હાથ ના આંચકાથી વજનદાર શાક્ભાજી ની પ્લાસટીક ની થેલી રોડપર ફસકાઇ ગઈ .
શોર્ટ્કટથી સામેની તરફ પહોંચી ગયેલો ટ્રાફિક પોલીસ મોં વકાસી , આંખો ફાડી , રસ્તા વચ્ચે વેરાયેલી શાકભાજી ને વાહનો ના કાળા ટાયર નીચે ચગદાતા જોતો જ રહી ગયો.
_______ ________________________________
દિનેશ પરમાર “ નજર"