તકતી
ક્યાય તારા નામની તક્તી નથી
એ હવા તારી સખાવત ને સલામ
ધુની માંડ્લિયા
.................................................................................
ગામ મા રાખવામા આવેલ ધ્વજવંદન ના કાર્યક્રમમા અતિથીવિશેષ તરીકે હાજરી આપી, ગામ થી દૂર આવેલ પોતાના ફાર્મહાઉસ પર પરત ફરતાતખતસિંહ બાપુ નજીક પહોચતા 400 વિઘામા ફેલાયેલા પોતાના આ વૈભવને ગર્વ ભરી નજરે જોઇ રહ્યા.
મુખ્ય રોડ પર પડતા ફાર્મહાઉસ ની કમ્પાઉંડ પાસે થી પસાર થતા, પોતાની ગાડીની પાછળની શીટમા બેઠેલા બાપુ ડ્રાઇવરની સામે ના મિરર મા જોઇ પોતાની મુછ ને હાથ ફેરવી સરખી કરવા લાગ્યા.
કમ્પાઉંડ પુરી થતાજ જમણેહાથે વળતાજ મુખ્ય પ્રવેશ્દ્વાર પાસે આવી ડ્રાઇવરે બ્રેક મારી. થોડે દુર આવેલ લિમડાના ઝાડનીચે બેસી બીડી પીતા બે સિક્યોરીટીવાળા દોડતા આવ્યા.ને પ્રવેશ્દ્વાર ખોલી નાખ્યુ.
બાપુએ કરડાકીથી તેમની સામે જોયું.ગાડીનો ગ્લાસ ઉતારી ,પાસે બોલાવી કહયું”સા...હરામહાડ્કા ના..મફત નુ ખાવા ટેવાયા છો ? આખો દિવસ બેસી રેહવાનુ કેમ ? “ પછી પ્રવેશ્દ્વાર ની બાજુના કોલમ પર લગાડેલ તક્તી તરફ આંગળી ચિંધતા બોલ્યા,”આની ઉપર ચોંટેલી ધૂળ દેખાતી નથી ?
એક ચોકીદાર દોડતો તકતી તરફ ગયો ને ગાભો ના મળતા પોતાના ગજવામાથી રુમાલ કાઢી લુછવા લાગ્યો. બાપુ બબડતા રહ્યા ને ધુળ ઉડાડતી ગાડી બન્ને તરફ ઉગાડેલ નારયેળી ની હારમાળા વચ્ચે ના રસ્તા માંથી ફાર્મહાઉસ મા દોડી ગઈ
થોડીકજ ક્ષણ થઈ હશે ને ધરતી ધ્રુજવા લાગી.400 વીઘામા ફેલાયેલા ફાર્મ ના વિશાળ મહેલ જેવી ઈમારત માંથી ચિસ સંભળાઈ પાછળ મોટે મોટે થી રોકકળ ચાલુ થઈ ગઈ.
26મી જાન્યુઆરી ના રોજ આવેલ ધરતીકંપની અસરના ભાગરુપ , ફાર્મહાઉસ ના દિવાન ખંડ ની સિલિંગ માંથી મોટુમસ ઝુમ્મર બાપુ ના માથે પડ્તા બાપુ નુ સ્થળ પર જ મ્રુત્યુ થયુ હતુ.
બાપુ મ્રુત્યુ પામ્યા છે તે સમાચાર વાયુ વેગે પસરી જતા સગા , વ્હાલા ,મિત્રો , વિગેરે ફાર્મહાઉસ પર એકત્ર થવા લાગ્યા.
સાંજે 5 વાગે તેમની અંતીમ યાત્રાનિકળી ત્યારે લોકોના ટોળેટોળા તેની પાછળ મુક્તિ ધામ તરફ જવા લાગ્યા .
ધીમેધીમે ડૂબવાની તૈયારી કરતા સુર્યની હાજરીમા ફાર્મહાઉસ ની એક તરફ અવાચક બની ને ઉભા રહી ગયેલા ચોકીદારો નુ સહજ ધ્યાન જતા જોયુ તો , સવારે સાફ કરેલી ગ્રેનાઇટ્ની તક્તી , ધરતીકંપ ની ધ્રુજારીમા પિલર થી છુટી પડી અનેક ટુકડા મા વેરાઇ પડી હતી ને તે ટુકડા , ભીડ ના પગલા ઓના તળિયા નીચે કચડાયે જતા હતા.
દિનેશ પરમાર “નજર”