જાણે અજાણે,. કોઈ જાણે છે,
મન મુકીને વરસી, કોઈ માણે છે;
અસ્તિત્વ શૂન્ય સમાન, હોય જો,
શૂન્યતા માં'ય સ્નેહ, કોઈ માણે છે;
વખત જતાં હળવા થાય દર્દ થકી,
ઝખ્મો તાજા મરહમી,કોઈ માણે છે;
વદી ના શકે , વેદ જેમ, કોઈ શ્લોક,
ગુંજારવ મધુર મૌન. ,કોઈ માણે છે;
આનંદ અનુભૂતિ છે,. લહેરો સમાન,
કોઈ શૃંગ કોઈ ગર્ત માં, કોઈ માણે છે;