બળ જેવું જીવન , જરૂર જોઈએ,
કળમાં અટકળ કૈ , કરતું જોઈએ;
વમળ છે વૃત્તિ ઓનું, ભવસાગરે,
ભવન્ડર માં મળતું કૈ ભરતુ જોઈએ
લય વલય માં સરકતું ,સર્પ જેવું જ,
સાપસીડી રમત ભૈ, ચઢતું જોઈએ;
તર્ક ની તકરારમાં, ચૂંથી નાખ્યું બધુ,
મેળ સાધવા ડાહ્યું કૈ ,વારતું જોઈએ;
રોજ શોધે સુખને ,લઈ ઈચ્છા ઠીકરૂ,
ત્યાગી બહાના ને કૈ, ઠારતુ જોઈએ;