21-10-2019 દિવાળીકામ
"માઁ લક્ષ્મી ને આકર્ષવા ના ઉદેશ્ય થી દિવાળી પેહલા ઘર ચોખ્ખું કરવુ એટલે દિવાળી કામ" બીજી રીતે કહુ તો ઘર માં ના વપરાતા સામાન ને ઘર માંથી મુક્તી અાપી નવા વસાયેલા સામાન ને તેમની જગ્યા આપવી"
હવે દિવાળી દરમ્યાન નિકળેલા કચરા માંથી પુણ્ય, ખુશી કે પૈસા કેવી રીતે મળે એ વિષે થોડુ વિસ્તાર થી સમજીએ.
દિવાળી સફાઇ દરમ્યાન ઘર ની બહાર કે ઘર ના કોઇ ખુણા મા મુકેલી એવી દરેક વસ્તુ પર નજર નાખીએ જે હવે આપણે ઉપયોગ માં લેતા જ નથી કે લેવાના જ નથી અને પછી નજર સામે લાવીએ એક એવુ ગરીબ ઘર જેના ઘર મા એવી એક પણ વસ્તુ નથી જે આપણે હવે બસ આજકાલ માં કચરા મા ફેંકી દેવાના છીએ.
શુ એ ટુટેલા રમકડાં માંથી કોઇ ગરીબ ના બાળક નુ બાળપણ નીકળી શકે ?
શુ એ ફાટેલા પુસ્તકો કે પસ્તી માંથી કોઇ ગરીબ ને થોડુ જ્ઞાન મળી શકે ?
શુ એ ફાટેલા કપડા થી કોઇ ગરીબ નુ શરીર ઢંકાય શકે ?
જો ફાટેલા કપડા માંથી બનાવેલી ગોદડી મળી જતી હોય ને તો જમીન પર કોઇ ના સુવે.
જો બે ટાંકા મારેલી સ્લીપર મળી જતી હોય ને તો ઉઘાડા પગે કોઇ ના ફરે.
તુટેલી પ્લાસ્ટિકની કે કાચ ની બોટલો હોય કે પછી સ્ટિલ ના ઘસાઇ ગયેલા ડબ્બા કે પછી ફાટેલા મોજાં આ બધુ વાપરવા માં આપણ ને શરમ આવે પણ એમને નઇ.
અઠવાડિયા મા કદાચ એક વાર ચમચી તેલ મા વઘારેલુ શાક ખાવાવાળા ને ત્યાં મઠિયા કે પુરી તો ના જ તળાતા હોય.
સાચુ કહુ તો આવી નકામી વસ્તુઓ અને સાથે 100 રુપિયા ની મિઠાઇ, થોડો ઘર મા બનાવેલો સુકો નાસ્તો અને ખાલી 500 રુપિયા ના ફટાકડા એક ગરીબ ના ઘરવાળા ને દિવાળી કોને કેહવાય એનો સાચો અનુભવ અચુક કરાવી શકે. ઘર ની બધી જ નકામી વસ્તુઓ કચરા મા ફેકીને કે પછી ભંગાર માં અાપી ને 100-200 રુપિયા કમાવવા પાછળ ની વ્રુત્તીવાળા દરેક લોકો ને કે ગ્રુહિણીઓ ને જો અાવો વિચાર આવે તો અમુક ગરીબ કુટુંબ દિવાળી જરુર માણી શકે.
શુ ખબર માઁ લક્ષ્મી ને ચોખ્ખા કે મોટા ઘર નહી પણ મોટા મન જોઇ ને વસવાટ કરવો ગમતો હોય.
દર વર્ષ ગરીબી નો ગ્રાફ વધ્યો કે ઘટ્યો એ જ જોતા રહીશુ કે કોઇ બદલાવ પણ લાવીશુ ?
(એમ જ આવેલા એક વિચાર માંથી)