ફુટે છે સ્નેહ ની , સરવાણી જ્યાં,
પ્રેમ ના માર્ગની , છે ઉજાણી ત્યાં;
ફુલો જેવી હસતી ,માસુમિયત માં,
મહેંકતી મૈત્રીપૂર્ણ, છે કહાણી ત્યાં;
રંગીન મિજાજી મહેફિલમાં ગજબ,
મેઘધનુષ ની પ્યારી પધરામણી ત્યાં;
સારસની છે બેલડી , યુગલ સ્વરૂપે;
સંસાર સાગર નો અમૃતકુંભ છે ત્યાં;
આનંદ બેહિસાબ છે, શરણાગતિમાં,
પામ્યા પરમ ચૈતન્ય, દિલ રૂહાની ત્યાં;
==={==}==={==}==={==}===