ગજબ નો જામ છે ને ગજબ નો નશો છે
ખુદ થી બેખુદી માં છે , ખુદ ની સફર માં,
વફાદારી થી ચાલતા, બેવફાઈ ના રસ્તે,
મંઝીલ થી પાછા ફરતાં, ખુદ ની સફર માં;
ના જુસ્તજુ છે હવે, ના કોઈ આરઝૂ પણ
બેફીકર હાલ ફકીરી માં, ખુદ ની સફર માં;
તુ નજર છે જોનારી, ને નજારો પણ તું જ,
અચરજ જાણ અજાણતાં,ખુદ ની સફર માં;
વજૂદ મિટાવી દીધું, વજહ જીવન ની કેવી?
બેહયાતિ માં છે હયાત, ખુદ ની સફર માં;
રૂસવાઈનુ દર્દ કેવું, ને કેવી મજા છે મિલન ની,
આઠે પહોર આનંદમાં જ. ,ખુદ ની સફર માં;