ભેદ ભરમ ની , દ્રષ્ટિ શામાટે?
હું એક ને તું એક છે, શામાટે?
વ્યર્થ વિવાદ સર્જાય છે, અહીં,
અજાણ ને જાણવું છે, શામાટે?
ગંતવ્ય ક્યાં ? રસ્તાની ગુંચવણ,
મંઝિલ વગર ની સફર , શામાટે?
તૂટીને વિખરાઈ, જાય છે માળો,
તણખલું એક એક જોડે, શામાટે?
હું માં અધુરપ છે, કાળના સંદર્ભે,
આનંદ વિના નું જીવન, શામાટે ?
====={{==}}=={{=}}=====