પશું પ્રાણી ને જાનવર.
આ બધા એક જ શબ્દો છે...
ઘણા લોકોને પશું પ્રેમ ઘણો જ હોયછે માટે ઘણા લોકો તેને પાળે પણ છે આજકાલ તો ઘેર ઘેર કૂતરાં બિલાડી પોપટ જેવા પશું પક્ષી પાળીને ઘરમાં લોકો રાખતા હોયછે ને તેની પાળ્યા પછી તેની શારીરિક કાળજી પણ ઘણી રાખવી પડતી હોયછે તેને રોજેરોજ ફરવા લઈ જવાનું, રોજ તેને નવડાવવાનું, સમયે તેને ખાવા આપવાનું, આ બધુ જ કામ સમયસર
કરવું પડતું હોય છે ને પછી જો તેની કાળજી આપણે ના રાખીએ તો તે બિમાર પણ પડી જાયછે ત્યારબાદ પછી દાક્તરને બોલાવવા પડે..પણ આજકાલ તો પશું પક્ષીઓના દવાખાના પણ ઠેર ઠેર ખુલી ગયા છે તદઉપરાન્ત તેમના ખોરાક પણ તૈયાર અલગ તેની દુકાનમાં મળવા લાગ્યા છે..જેથી તે ઘરે લાવીને પાણી સાથે કે દૂધ સાથે આપી શકાય છે.
આજકાલ ઘરમાં પાળેલ કૂતરો હોય કે બિલાડી તેને એક ઘરના સભ્યની જેમ માનવામાં આવે છે તે બધાની વચ્ચે બેસી જાય, બધા સાથે મસ્તી કરે, આથી મોભી પરિવાર લોકોનો સમય પણ પસાર થઈ જતો હોયછે ને હા ઘણા તો પોતાની સાથે વાહન કે ગાડીમાં ફરવા પણ લઇ જતા હોયછે..જેથી આપણો પણ સમય પસાર થઈ જતો હોયછે ને તેને પણ જરા મજા આવતી હોયછે !
એક નાનો કિસ્સો છે કે સુરતના કતારગામ વિસ્તારમાં આવો જ એક સહિયારો કૂતરી પ્રેમછે એક સોસાયટી વાળા મહોલ્લામાં એક વરસો જુની કૂતરી હતી તેની લોકોની એવી માયા થઈ ગઈ હતી કે તે કયારેય તેનો મહોલ્લો છોડીને બીજે જતી ના હતી ને મહોલ્લા વાળાઓને પણ તેની ઉપર અપાર પ્રેમ હતો..આમ કૂતરી બધાની પ્યારી બની ગઇ હતી આથી લોકોએ તેનુ નામ લાલુડી રાખ્યુ હતું પણ લોકો તેને લાલુ કહીને બોલાવે પણ એક દિવસ આ લાલુડી સમી સાંજથી ગાયબ થઈ ગઈ હતી..બપોર ને રાતનું લોકોનું વધેલું વાળું આમ જ ચાટમાં તેના વગર પડી રહેતું હતું લોકોને ચિંતા થઈ આવી કે લાલુડી ઘણા સમયથી દેખાતી કેમ નથી! પછી બધા જ તેને શોધવા આજુબાજુ જઇને તેના નામથી બુમો પાડે..અરે લાલુડી ઓ લાલુડી, પણ લાલુડી નજીકમાં હોય તો તે આવેને! આમને આમ ઘણા દિવસો વીતી ગયા પણ લાલુડી આવી નથી તેથી એક બેને માનતા રાખી કે અમારી લાલુડી ફરી સહિ સલામત પાછી મહોલ્લામાં આવે તો તેને સાકરથી હું જોખીશ ને તેનો પ્રસાદ આખા મહોલ્લામાં વહેચીશ તો એક ભાઇએ માતાજીના મંદિરે નાળિયેર વધેરવાની બાધા રાખી..આમ દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે બાધા માનતાઓ રાખી ને કહેવાય છે ને કે સાચા મનથી રાખેલી બાધા માનતા જરુર ફળે છે બસ એક દિવસ આ લોકોની પ્યારી લાલુડી આશરે પંદર દિવસ પછી તેના પોતાના મહોલ્લામાં પરત ફરી આ જોઇને બધા એટલા ખુશ થઈ ગયા કે તેનો એક વિડીયો પણ એક બેને પોતાના મોબાઇલમાં ઉતારીને વાઇરલ કર્યો હતો.
આ હતો લાલુડી પ્રત્યેનો સૈનો એક અનેરો પ્રેમ.