બધાય રંગ ના ,ઉદ્ગમે હું જ છું,
પ્રકાશ ને પાણી, તત્વો હું જ છું;
આધાર છે સર્વ નો , પૃથ્વી ઉપર,
જળ અધિષ્ઠાન, સ્વયં હું જ છું,
ગતિશીલ છે અગ્નિ,પવન આધારે,
આકાશ સર્વ વ્યાપક જે, હું જ છું,
પંચતત્વો માં મઢ્યા છે, ગુણાતીત,
ગુણ પ્રધાન પ્રકૃતિમાં પ્રેમ, હું જ છું,
સર્વનું અધિષ્ઠાન , ચૈતન્ય સ્વરૂપએ,
પરમ આનંદ રૂપ , આત્મા હું જ છું,
======================