શબ્દ ના કદર, કરનારા શોધું છું,
હદય,આરપાર , જનારા શોધું છુ;
લાગણી ના ઉભરાઓ, ઠાલવીને,
શૂન્યે સહવાસ , કરનારા શોધું છું;
અમૂલ્ય અનંત છે કાળ શાશ્વત માં,
સમય ની ચાલે ,ચાલનારા શોધું છું;
સ્વાર્થી નહીં , સાનિધ્ય મન અંતરંગ,
શબ્દવેધી બાણ સાધનારા શોધું છું;
ઉદ્ગમ છે અક્ષર ,ચૈતન્ય સ્વરૂપ મારૂં,
અનુભૂતિમાં આનંદ કરનારા શોધું છું;
======================