પામવા નું છે શું, ને ખોવાઈ જવાનું છે,
બસ હયાતિ માં પોતાની જ હોવાનું છે;
બહુ દુર નીકળી ગયા , ખૂદ થી જ અમે,
ફાસલો કોઈ વાતે ,ખુલાસો. કરવાનું છે;
સફર છે પરિન્દાની, આસમાની ગજબ,
સાંજ ઢળી છે હવે તો, પાછા ફરવાનું છે;
મુસાફરી છે જિંદગી, શ્વાસોની સરગમ ,
સોહમ સ્વરૂપે ખૂદમાં , અનુભવવા નું છે;
આનંદ મળે છે, મહોબત ના સ્વરૂપે અહીં,
સત્ય આત્મા ને ભીતર માં, ખોળવા નું છે;