શબ્દ મારું ચૈતન્ય સ્વરૂપ છે,
એક પ્રાણ શક્તિ, સ્વરૂપ છે;
ઉઠે છે પ્રેમ ના સ્પદનો ભીતર,
ગતિ સ્પર્શ ઝંખના, સ્વરૂપ છે;
દ્વેત ભાવમાં ,મધુરિમા ચાહતું,
ગુણો નું અસ્તિત્વ, સ્વરૂપ છે;
કથન છે મૌનમાં અહેસાસ એ,
આંખો માં વિલસતું, સ્વરૂપ છે;
સેતુ લાગણીનો ,બાંધે વ્યક્ત માં,
આનંદ ઊદધિ, મંગલ સ્વરૂપ છે;
===================