કોઈને જો પૂછશો કે , "તમને મૌન રહેતા આવડે છે ? "
તો એના જવાબમાં તે એટલું બધું બોલવા લાગશે ને કે જાણે તમે એને "બોલતા આવડે છે ?" એમ પૂછ્યું
હોય !
આ હકીકત છે કે આપણે આપણી અર્ધી શક્તિ બોલવામાં , વ્યર્થનું બોલવામાં જ ખતમ કરી નાખીએ છીએ !
દિવસ આખો પટર પટર જ કરતા હોય
છે બધા ! આ દરેક અવાજોને ભેગા કરીને જો એકસાથે સાંભળવામાં
આવે તો આપણા કાનના પડદા ની સાથે સાથે આકાશનો પડદો પણ ફાટી જાય !!
લોકો સુખમાં પણ બોલે અને દુઃખમાં પણ બોલે ! દુઃખમાં સહાનુભૂતિ મેળવવા માટે બોલે તો સુખમાં લોકોને આંજી નાખવા માટે બોલે ! જો કે
ભલે લોકો પછી અંજાય પણ નહી કે
સહાનુભૂતિ દે પણ નહી !!....
હરસુખ રાયવડેરા.