રાહત નો એક દમ, હું લેવા માંગું છું,
નિરાંતનો એક દમ, હું લેવા માંગું છું;
દુનિયાદારીમાં ગજબની છે, અશાંતિ,
શાંતિ નો. હર દમ, મેળવવા માંગું છું,
દઝાડતી તૃષ્ણા ના, તાપણે ઉજાણી,
જાણીને આંખ નમ , હું કરવા માંગું છું;
વળગણ છે વરસતું, સ્નેહના તાંતણે,
ભાવની ભેટ અનુપમ, હું ધરવા માંગુ છું;
અતિરેક નથી એ સ્વભાવિક છે વિશ્રાંતિ,
આનંદ સ્વરૂપ માં છમછમ કરવા માંગું છું;
=======================