હું જ મારો પડછાયો, છું ને;
મારાથી છેતરાઈ જાઉં;
આશ્ચર્ય છે ને!!
તૃષ્ણા ત્યાગી શક્તા નથી ને;
હૈયામાં હોળી સળગાઉ;
આશ્ચર્ય છે ને!!
હું તું, તું હું, બાંધ્યા બંધનને;
છૂટાછેડા કોર્ટમાં જાઉં;
આશ્ચર્ય છે ને;
દેહ અધ્યાસ, સંસાર અહીં ને;
સાર ,છોડી માયા માં બંધાઉ;
આશ્ચર્ય છે ને!!
આનંદ અમૃતમય છોડી, અને;
સુખ દુઃખે , મનથી સજાવું;
આશ્ચર્ય છે ને!!
===={{==}}===={{==}}===