ધરા ના ધૈર્ય નો ,પ્રેમ છે લાગણી,
હૈયામાં હામ,હેતે વરસે લાગણી;
વાદળી વિરહ માં , વરસે ગજબ,
પ્રેમ માં તૃપ્તિ, એ ધરાની લાગણી ;
અમૃતમય શબ્દાત્મક, અનુભૂતિ,
સંચરે હ્દય પાર સોંસરી લાગણી;
તન્મય દ્રષ્ટિ નિરખી, ભાન ભૂલી,
ગોપીભાવ માં છે, સ્નેહ સરવાણી;
અનંત અનુરાગ માં, વ્યાપી સર્વત્ર,
આનંદ સ્વરૂપ, ભાવભીની લાગણી;