દર્દ ને ઝખ્મો તાજા તો હોય છે,
કોઈ વખત મરહમી તો હોય છે;
એટલે હદ વટાવીને, બેહદ રહ્યા,
નામ ઓ નિશાન, ક્યાંય હોય છે;
બરતરફી ક્યાં છે, હરતરફ તુંહી,
ભીતર બહાર ,એવું ક્યા હોય છે;
સહી લેવાની, મૃગજળ પ્યાસને,
અમૃત સરેઆમ તો ક્યાં હોય છે;
આનંદ અંતર્ગત, ચૈતન્યમય સદૈવ,
હયાતી પ્રેમની, ખૂદ માં જ હોય છે;
====================