ખામોશી માં જોતરાઈ જાય જો,
વહી જાય જિંદગી, શરમાય જો;
વખત ની વાત છે નિર્મળ નિરાળી,
ચૈતન્ય અનુભૂતિ દિલમાં હોય જો;
ભાવ ઊર્મિમાં ધરબાયેલી પડી છે,
ભીતર હીરાને, તું ઝગ મગાવી જો;
ઘસવાનું છે જ ,તન મનથી જિંદગી,
પ્રેમ માં ત્યાગ જરાક અપનાવી જો;
આનંદ માણી શકો, સહજ પછીથી,
શરણાગતિ માં, માથું તો નમાવી જો;
===={}===={}==={}==={}====