તું પણ એ છે, હું પણ એ છું,
તું હું તમે અમે, એ પણ હું છું;
નામ રૂપ ગુણ, સરનામ બધાના,
અરૂપ આધારે ,ચૈતન્ય જ હું છું;
તારી મારી , હુંસાતુંસી રહેવાની,
મમત્વ ના માંડવે,. ઈચ્છા હું છું;
ત્યાગી ને ભોગવવું સુખ રૂપ સદા,
કર્મ અહંકારે નીપજ્યું, ફળ હું છું;
આનંદ સહજ સુખરાશિ, અંતરંગ,
પ્રેમ સ્વરૂપ ચૈતન્ય ,જ જીવન હુ છું
=====================