દર્દ શબ્દોનું મોહતાજ કદી હોય છે,
ઝાકળ જેવું ,ચમકદાર કદી હોય છે;
મૃત્યુ તો સાક્ષાત દર્શન છે જીવન નું,
પ્રતિપળ સરકતું, સત્ય કદી હોય છે;
આવિર્ભાવ છે, અનંત ચૈતન્ય તણો,
પ્રેમાળ હ્દયે,. સ્પંદનો કદી હોય છે;
પતઝડ ના મિજાજ ને સહી લીધો ને,
વસંત રંગરાગ , ભરપૂર કદી હોય છે;
આનંદ છે જ અંતરતમ ચૈતન્ય અહીં,
ચેતના ખૂદનુ જ, સ્વરૂપ કદી હોય છે;