દર્દ થી હું કાંઈ, ડરતો નથી,
ઝખમ થી કાંઈ ડરતો નથી;
વેદના થાય , સ્વભાવિક છે,
સંવેદના થી , અટકતો નથી;
ખ્યાલ ખૂબસૂરત જિંદગીનો,
તારા માફક હું, ખરતો નથી;
વફાદારી છે , ઈમાનદારી પણ,
કાંટાળા માર્ગે થી, ફરતો નથી;
શહેનશાહી દિલ છે ,આનંદ માં,
હોંશિયારી કરીને, છટકતો નથી;