ગજબ કહાની શબ્દાત્મક વણી છે,
મૈત્રીપૂર્ણ ભાવના માં, એ ભળી છે;
શબ્દોની છણાવટ કરી, નિરાળી ને,
શબ્દ માં ડૂબી , ચૈતન્ય મય ફળી છે;
ગજબ કલશોરમાં, વિહંગની કવિતા,
પ્રભાતિયાં ગવાતાં ,ગીત ની કળી છે;
હવામાં લહેરાતી ઝુલ્ફો સમી વાદળી,
ધરતી નો પ્રેમ પામવા, ગજબ રડી છે;
દર્દને ઝખ્મોની રમઝટ , હોવી વાજબી,
આનંદ દિલમાં ખુશી , બેહદ મળી છે;
=========================