મન માં, કશુંક,તો ઘૂંટાતું હોય છે,
વિષયો નું વિષ,જ ઘૂંટાતું હોય છે;
પાપ પૂણ્ય કર્મના,બંધન ઈચ્છાથી,
આયખું પુરે પૂરું ,લૂંટાતુ હોય છે;
નવદ્વારે ટપકતા અશુદ્ધિ ને સંચયો ,
સડતું રહેતા સંગ્રહે,ગંધાતું હોય છે;
લાભ ખાટવા, તૈયાર છે સેવાધારી,
રાજનીતિ રમતે, કશું રંધાતું હોય છે
આનંદ મુશ્કેલ છે, પામવું વિશ્રાંતિને,
મન ઈચ્છાઓ માં, બંધાતું હોય છે;
::::::::;:??::::;;