12-10-2019 મત પડ્યો ખાડા માં ?
લગભગ સાંજના 6:30 વાગ્યે ઓફિસ થી ઘરે જવા માટે નિકળ્યો તો ઓફિસ ના ગેટ ની બહાર એકદમ ચોખ્ખાઇ જોઇ તો થયુ કે "ગાડી વાલા આયા ભૈયા કચરા નિકાલ" વાળો હમણા આવી ને ગયો હશે. પછી લગભગ 5 મિનિટ દુર હાઇવે પર પોંહચી ને જોયુ તો ડામર થી બનેલા એકદમ નવા રસ્તા અને એમા પણ આંખો પોહળી કરી ને શોધીયે તો પણ આંગળી ના વેઢા જેટલો ખાડો ના મળે એવા રસ્તા. મને થયુ ઘોર આશ્ચર્ય કે અચાનક અાવુ કેવી રીતે થયુ ? હજુ સવારે તો ખાડા માં કુદી કુદી ને આવ્યો છુ. લાસ્ટ 7 વર્ષ થી આ રસ્તે જઉ છુ પણ આવુ અચરજ ક્યારેય નથી અનુભવ્યુ. પછી આગળ 10 મિનિટ ડ્રાઇવ કર્યુ તો રસ્તા મા એક પણ ગાય ના દેખાઇ. મન માં થયુ યાર શુ છે આ કઇજ સમજાતુ નથી. ત્યાંજ રોડ લાઇટ ચાલુ થઇ ગઇ અને એમા રોડ એટલા ચોખ્ખા દેખાય કે પડી ગયેલી ટાંકણી પણ મળી શકે. ત્યારે તરત જ પેલુ સ્લોગન યાદ આવ્યુ "મેરા દેશ બદલ રહા હે"
બસ થોડો આગળ વધુ ત્યાંજ એક મોટો ખાડો આવી ગયો અને મે જોર થી બ્રેક મારી દીધી પણ આખરે હુ ખાડા મા પડ્યો. હુ અચાનક જબકી ગયો અને આંખો ખુલી તો સવાર ના 8 વાગ્યા હતા. ત્યાંજ મન માં નિસાસો નંખાય ગયો કે આતો સપનુ હતુ અને મારા નસીબ મા એજ ગાયો ની વચ્ચે થી અંધારા વાળા અને અઢળક ખાડા વાળા રોડ જ લખ્યા છે.
વરસાદ ગયા ને 10 દિવસ થશે અને ચોમાસુ બેઠા ને 4 મહિના પણ ચુંટણી પત્યા ને કદાચ એથી પણ વધુ સમય. કાચા રસ્તા ને સાઇડ મા રાખીયે પણ નેશનલ હાઇવે ગણાતા રસ્તા એવા થઇ ગયા છે કે બ્રેક પરથી હાથ હટ્યો તો સમજો ગયા ખાડા માં. એમા પણ મોબાઇલ મા વાતો કરતા કરતા ડ્રાઇવ કરવા વાળા ની તો મંદી ચાલુ થઇ ગઇ. મોબાઇલ પડવા ની ફુલ ગેરેંટી.
આતો એવુ થયુ કેહવાય કે ઘર ના લોકો ને શુ અગવડો અને તકલિફો પડે છે એ જોવાને બદલે બીજા લોકો ના ઘર મા શુ સગવડો અને જાહોજલાલી છે એ જોવા ઘર ના બાપા નુ નિકળી પડવુ. સત્તા ગમે.તેની હોય સરકાર ગમે તેની હોય પણ
" મારી પણ ફરજ મા આવે મારે કરવુ પડશે"
અને
"મારે શુ લેવાદેવા કરવુ હશે એ કરશે"
આ બે વાક્યો ની વચ્ચે જ જનતા ના બધા જ સમસ્યાઓ ના હલ સંતાયેલા છે. પરીક્ષા પેહલા જ દાખલા ના સોલ્યુશન શીખી લેવાય પછી માસ્તર હોય કે નેતા બાકી રિઝલ્ટ આવ્યા પછી અફસોસ કરવા થી શુ ફાયદો. મંગળ કે ચંદ્ર ની હાલત પણ આવી જ થશે. ત્યાંના ખાડા શોધવા ના ચક્કર માં અહીંના ખાડા વધી ગયા.
પછી પેલુ નિશાળ મા ટીચર ના મોઢે સાંભળેલુ વાક્ય યાદ આવી જાય " સાલો ઢોર જેવો છે ગમે તેટલુ કહો પણ સુધરે જ નહી"
શુ તમે પણ મારી જેમ અા બધી સમસ્યા થી પિડિત છો ?
મત આપવા અડધો કલાક લાઇન મા ઉભા રહી શુ આ રોડ ની જ કલ્પના કરી હતી ?
હેલ્મેટ અકસ્માત રોકે પણ ખાડા અકસ્માત નોંતરે એનુ શુ ?
પિયુસી અને લાઇસન્સ જરૂરી છે કે સારા રસ્તા ?
"HAVE A SAFE DRIVE"
(રોજ ખાડા વાળા રસ્તાઓ પરથી ડ્રાઇવિંગ કરેલા અનુભવો માંથી)