હે મોરલી ના સુર વાગે,
રાધા સુતી જાગે રે...
હે મોરલી ના સુરત વાગે અડધાશણગાર અંગે કરીને
ઉતાવળે રાધા ભાગે રે ,
કેડનો કંદોરોઅળગો કરી દોરો પોંચે બાંધે રે.
હે મોરલીના સુર વાગે...
અડધા કેશઉતાવળે ગૂંથી અડધા છુટા રાખે રે ,
એક આંખમાં કાજળ આંજ્યું એક કોરી રાખે રે.
હે મોરલી ના સુર વાગે ......
ચણિયો પહેર્યો અને ચોળી પહેરી, ઓઢણી અંગથી ભૂલી રે,
ઉતાવળે પગલે મળવા દોડી શ્યામસુંદરને ઘેલી રે.
હે મોરલીના સુર વાગે .....
એક હાથમાં કંકણ પહેર્યું ,
એક પગમાં પાયલ વાગે રે શ્યામ તને મળવા મારુ મન ગીત થઈને નાચે રે. હે મોરલી ના સુર વાગે.....