હસતી આંખે આંસુ સાર્યા
જ્યારે હૈયામાં તમે પધાર્યા
યાદ રૂપી વમળ બનીને
શાંત જળમાં શીદને આવ્યા
આ જીવન તો પંખી કલરવ
વહેલી સવારની કોમળ કિરણ
તુજ આગમનથી પ્રસ્વેદ બિંદુ
ચિંતા વાદળ ભાલે આવ્યા
મસ્ત ફકિરીમાં રમનારા
આશિક થઈને ફરે ભટકતા
મન ફાવે વિચરણ કરનારા
ચરણ અમારા થયાં ડગમગતા
હસતી આંખે આંસુ સાર્યા
જ્યારે હૈયામાં તમે પધાર્યા