વિસ્તરતો રહ્યો હું, હું કાર કરી હું,
શૂન્ય સ્વરૂપ , સ્વપ્નો માં સરી ને હું;
પ્રપંચ માં પથરાઈ ગયો દ્રશ્ય સ્વરૂપ,
કલ્પના તરંગો ના , બજાર ભરીને હું;
મિથ્યા ઉપાધી મેળવી, સજાવ્યો હું,
ફૂલ્યો ના સમાયો, અહંકાર કરી ને હું;
પામ્યો દુખ જ દુઃખ, સુખની લાલચે,
પારકા પોતાના , ભેદભાવ ડરીને હું;
નિર્મળ જ્ઞાન જ્ઞેય , સ્વરૂપ છે આનંદ,
ત્રિપુટી દ્વારે મનોલય,અભેદ રહીને હું;