વર્ણ સદાય, સુવર્ણ મય હોય છે,
સ્વર વ્યંજન, કર્ણપ્રિય હોય છે;
વદન સુભાષિત, સોહે સદૈવ જેનું,
મન નિર્મળ ,વાણી વિમળ હોય છે;
સાનિધ્ય માં સંવેદના, દ્રવીત હદયે,
સંવેદનશીલ સંબંધ કમળ હોય છે;
વ્યવહાર કરે , સહિષ્ણુતા ના ગુણે,
માં છે પ્રકૃતિ , આદરણીય હોય છે;
દ્રશ્ય જેની બ્રહ્મમયી, પ્રેમ સ્વરૂપે,
જગત આખુંય ,આનંદ મય હોય છે