યુવાની ના ઉભરા માં યૌવન તો ઢોરાઈ ગયું
ભલે પણ મહારાણા ની અપેક્ષા હતી,
વળી આતો મુમતાઝ અને શિખંડીની થઈ ગઈ.
જુવાની ના જોશ માં જોર તો નિકળી ગયું
ભલે પણ શિવાજી ની અપેક્ષા હતી,
વળી આતો સેનોરીટા થઈ ગઈ.
વૃદ્ધાવસ્થા ની વાદળી માંથી વીરતા તો વરસી ગઈ
ભલે પણ મહાત્મા ની અપેક્ષા હતી,
વળી આતો મરિયમ થઈ ગઈ.
અરે મારાથી તો ના બોલવાનું બોલાઈ ગયું મને શું ખબર કે મુમતાઝ અને શિખંડીની જેવા અહીં આગળ બેઠાં છે.
ને વળી કહું છું આજે સજી લ્યો શણગાર મર્દાનગીના,
નામર્દ ને તો ક્યાં ખબર હોય છે કે વિરોધ ના વંટોળ માં કેવી રીતે ટકી રહેવું.
#- શુન્યની કલમ -#