મંઝીલ સુધી જતાં જતાં
મઝા માણજો રસ્તા ની
ક્યારેક આવશે ખાડા ટેકરા
તો ક્યારેક વળાંકો આવશે
ક્યારેક મંઝીલ સાવ નજીક
તો ક્યારેક અશક્ય લાગશે
ક્યારેક ખુબ સરળ રસ્તો
તો ક્યારેક મુશ્કેલી આવશે
ક્યારેક ઝડપથી આગળ વધશો
તો ક્યારેક થાક પણ લાગશે
ધીમા છતાં મક્કમ પગલાં
હંમેશા તમે માંડતા રેહજો
સમય ક્યારેક કસોટી લેશે
તો સાથ પણ અંતે આપશે જ.