આત્મિય વાચક બિરાદરો..
"સાપસીડી" નવલકથાની આપણી યાત્રા હવે અંતિમ પડાવ પર છે. આપ સૌએ આપના વ્યસ્ત શેડ્યુલમાંથી "સાપસીડી"ને સ્થાન આપ્યું, એટલું જ નહીં સ્ટાર દ્વારા, મેસેજ દ્વારા, ફોન દ્વારા, કમેન્ટ દ્વારા અમને સતત પ્રોત્સાહન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
મને ખબર નથી કે "સાપસીડી'" આપની વાંચન ભૂખને સંતોષવામાં કેટલી સફળ રહી પરંતુ એટલો વિશ્વાસ ચોક્કસ છે કે વાર્તાના પાત્રો સંજીવ, માલતી, મંથન, પ્રતાપ, સુખદેવ સિંહ, રફીક, જુબેદા, શંભુ કાકા, યાકુબ અને નાથુદાદા આપના હૃદયની નજીક જરૂર પહોંચ્યા હશે.
આ તકે જે મંચ પર આપણે બેક મહિના જેવો સમય સાથે રહ્યા એ વિશ્વસ્તરીય પ્રસિદ્ધ એવી અફલાતૂન 'માતૃભારતી' સાઈટ તેમજ એપના સી.ઈ.ઓ. મહેન્દ્રભાઈ શર્મા તથા એડિટર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
એક નાનકડા વિરામ બાદ નવા વિષય, વિચારો સાથે નવી નવલકથાની યાત્રામાં ફરી જલ્દી મળીશું....
આવજો.....
એ દરમિયાન આપ "સાપસીડી" નવલકથાની યાત્રા જામનગરના સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક નોબતની 'સંગત' પૂર્તિમાં દર શનિવારે અવિરત ચાલુ જ છે. નોબત એપ પર પણ આપ તે વાંચી શકો છો.
(આપના પ્રતિભાવ એજ અમારો ઓક્સિજન)
-કમલેશ જોશી
લેખક "સાપસીડી"
ફેસબુક : Kamlesh Joshi
મોબાઈલ:- ૭૪૦૫૩૩૫૩૬૨
વાંચો લેખક શ્રી કમલેશ જોષીની રહસ્યમય નવલકથા "સાપ-સીડી"નું અંતિમ પ્રકરણ ૨૩ નીચેની લિંક પર ક્લિક કરી Read Now પર ક્લિક કરીને. https://www.matrubharti.com/book/19872358/sap-sidi-23